કંઈ મળ્યું નહીં — બીજો શબ્દ લખો, કે અમને WhatsApp કરો.
1🚀 શરૂઆત — આ શું છે? બધા માટે
AK Live TV એક application છે, જેમાં 737+ live TV channels internet થી ચાલે છે — News, ગુજરાતી, Hindi, Movies, Music, Kids, ભક્તિ અને બીજું ઘણું. Dish કે cable ની જરૂર નથી.
શું જોઈએ?
| વસ્તુ | જરૂરિયાત |
| 📺 Device | Android TV / Google TV / Android TV Box (Mi Box વગેરે) / Fire TV Stick / Android mobile — Android 5.0 કે નવું |
| 🌐 Internet | Wi-Fi કે LAN cable. ઓછામાં ઓછી 5 Mbps speed; HD માટે 8–10 Mbps સારી |
| 👤 Account | Username + Password — website પર free register કરીને, અથવા અમારી / reseller પાસેથી plan લઈને |
આખી process ટૂંકમાં (5 પગલાં)
- Account બનાવો — Register કરો (free trial) અથવા plan લો. → જુઓ: Account બનાવવું
- App install કરો — TV / mobile પર. → જુઓ: App install
- Login કરો — username, password થી કે 6 અંકના code થી. → જુઓ: Login / TV activate
- TV જુઓ — category પસંદ કરો, channel પસંદ કરો. → જુઓ: App વાપરવી
- Plan પૂરો થાય ત્યારે renew કરો — બાકીના દિવસ સાથે જ ઉમેરાય છે. → જુઓ: Renew
Account ના પ્રકાર
| 🏠 Home | 🏨 Business |
| કોના માટે | ઘર, પરિવાર | Hotel, Restaurant, Shop, Hospital, Office… |
| બધી channels, ઘણા TV, Favourites | ✓ | ✓ |
| પોતાનો Logo TV પર | — | ✓ |
| Scrolling text, Banner, L-band ads | — | ✓ |
💡 ટીપ ફક્ત TV જોવું હોય તો Home પસંદ કરો. ગ્રાહકો / મહેમાનોને તમારું નામ અને offers બતાવવા હોય તો Business પસંદ કરો. પછીથી બદલી શકાય છે.
↑ ઉપર
2📝 Account બનાવવું બધા માટે
રીત 1 — Website પર free register (30 સેકન્ડ)
- Website ખોલો → ઉપર Register free બટન દબાવો. (સીધી link: Register)
- Username લખો — 3 થી 30 અક્ષર કે આંકડા, વચ્ચે space નહીં. ઉદા.
ramesh123 - Mobile number — 10 આંકડા.
- City — તમારું શહેર / ગામ.
- Account type — 🏠 Home કે 🏨 Business. Business હોય તો business નો પ્રકાર અને નામ પણ લખો.
- Password — ઓછામાં ઓછા 6 અક્ષર. Show દબાવીને જોઈ શકો છો.
- Create my account દબાવો → તમારું My account page ખૂલી જશે.
💡 ટીપ Free trial: બધી channels, 1 TV પર, 7 દિવસ માટે. કોઈ OTP કે verification નથી.
⚠ ધ્યાન રાખો એક mobile number પર એક જ account બને છે. તમારો username અને password ક્યાંક લખી રાખો — TV અને website બંનેમાં એ જ વપરાશે.
રીત 2 — Plan ખરીદો (WhatsApp પર)
- Website પર Plans વિભાગ જુઓ — દરેક plan માં કિંમત, દિવસ, કેટલા TV અને કેટલી channels લખેલી છે.
- ગમતા plan પર Get this plan દબાવો → WhatsApp માં તૈયાર મેસેજ ખૂલશે → Send કરો.
- Payment કરો. અમે તમારો username અને password WhatsApp પર મોકલીશું (અથવા તમારો free account જ plan પર ચડાવી દઈશું).
રીત 3 — Reseller (dealer) પાસેથી
તમારા વિસ્તારના reseller તમારો account બનાવીને તરત ચાલુ કરી આપશે. Reseller એ આપેલી referral link થી register કરશો તો પણ ચાલશે.
↑ ઉપર
3⬇ App install કરવી બધા માટે
App ની link: https://tv.akdwk.in/download.php — app ફક્ત આ link પરથી જ download કરો.
A) Android TV / Google TV / Mi Box / TV Box
- TV ના Home screen પર Play Store ખોલો → Downloader શોધો (નારંગી રંગનું icon) → Install.
- TV ના Settings ખોલો → Device Preferences → Security & restrictions → Unknown sources → Downloader ને ON કરો. (કેટલાક TV માં: Settings → Apps → Special app access → Install unknown apps → Downloader → Allow)
- Downloader ખોલો → ઉપરના URL box માં
https://tv.akdwk.in/download.php લખો → Go દબાવો. - Download પૂરું થાય એટલે Install દબાવો → પછી Open (અથવા Done અને પછી Apps માંથી AK Live TV ખોલો).
💡 ટીપ Install પછી Downloader માં Delete દબાવીને APK file કાઢી શકો — app ચાલુ જ રહેશે અને જગ્યા બચશે.
B) Amazon Fire TV Stick
- Home પર Find → Search → "Downloader" લખો → Download / Get.
- Settings → My Fire TV → Developer options → Install unknown apps → Downloader → ON. (Developer options ન દેખાય તો: My Fire TV → About → device ના નામ પર 7 વખત OK દબાવો.)
- Downloader ખોલો →
https://tv.akdwk.in/download.php લખો → Go → Install → Open.
C) Android mobile / tablet
- Phone માં Chrome ખોલો →
https://tv.akdwk.in/download.php ખોલો (કે website પર Download app દબાવો). - Download થયેલી file ખોલો → "આ source થી install કરવાની રજા" પૂછે તો Settings → Allow from this source ON કરો → પાછા આવો.
- Install → Open.
⚠ ધ્યાન રાખો Play Protect "unknown app" ની ચેતવણી બતાવે તો More details → Install anyway દબાવો. આ અમારી પોતાની app છે, Play Store પર નથી એટલે આવું પૂછે છે.
↑ ઉપર
4🔑 Login / TV activate કરવું બધા માટે
App પહેલી વાર ખોલો ત્યારે Activate this TV screen આવે છે. તેમાં TV ID અને 6 આંકડાનો code દેખાય છે. બે માંથી કોઈ પણ એક રીતે TV ચાલુ કરો:
રીત 1 — Username અને Password થી
- Remote થી Username box પર જાઓ → OK → તમારો username લખો.
- Password box માં password લખો.
- Login & Activate દબાવો → થોડી સેકંડમાં channels ખૂલી જશે.
રીત 2 — 6 આંકડાના code થી (TV પર ટાઈપ ન કરવું હોય ત્યારે)
- TV પર દેખાતો code જુઓ — ઉદા. 482 915.
- Phone માં website ખોલો → Login → તમારા username / password થી login.
- My account → Overview → My TVs માં "Add a TV" box માં code લખો → Activate.
- TV આપોઆપ ખૂલી જશે (5–10 સેકન્ડ). TV પર કંઈ દબાવવાની જરૂર નથી.
💡 ટીપ Code અને TV ID નો photo પાડીને અમને કે તમારા dealer ને WhatsApp કરશો તો અમે પણ TV ચાલુ કરી આપીશું.
એક account, ઘણા TV
દરેક TV પર એ જ username/password થી login કરો. કેટલા TV ચાલે તે તમારા plan પર આધાર રાખે છે (1 થી 10).
⚠ ધ્યાન રાખો "Device limit reached" આવે તો બધા TV વપરાઈ ગયા છે. My account → My TVs માં જૂના / ન વપરાતા TV પર Remove દબાવો, પછી નવા TV પર login કરો. વધારે TV જોઈએ તો અમને કહો.
↑ ઉપર
5📺 App વાપરવી (Remote) બધા માટે
Home screen
ડાબી બાજુ categories (Favourites, Recently watched, All channels, News, ગુજરાતી…) અને જમણી બાજુ channels. ઉપર Continue watching — છેલ્લે જોયેલી channel એક click માં. ઉપર જમણે તમારા plan ના બાકી દિવસ દેખાય છે.
| Remote નું બટન | Home screen પર શું થાય |
| ▲ ▼ ◀ ▶ | Category / channel પસંદ કરો |
| OK | પસંદ કરેલી channel ચાલુ |
| OK લાંબું દબાવો / MENU | ⭐ Favourite માં ઉમેરો / કાઢો |
| 🔍 (screen પરનું search બટન કે remote નું Search) | Channel નું નામ લખીને શોધો |
| BACK | Category list પર પાછા; બે વાર BACK = app બંધ |
Channel ચાલુ હોય ત્યારે
| Remote નું બટન | શું થાય |
| ▲ કે CH + | આગળની channel |
| ▼ કે CH − | પાછળની channel |
| OK / ◀ / MENU | Channel list (બાજુમાં) ખૂલે — ત્યાંથી બીજી channel પસંદ કરો |
| ▶ / INFO | ચાલુ channel ની માહિતી |
| 0 – 9 (આંકડા) | Channel number સીધો લખો, ઉદા. 1 → 2 → 5 = channel 125 (2 સેકન્ડમાં ખૂલે) |
| BACK | Channel list બંધ / Home screen પર પાછા |
Channel ન ચાલે તો?
કોઈ channel બંધ હોય તો app આપોઆપ આગળની channel પર જાય છે ("Next channel") અને અમને જાણ કરે છે. બંધ channels list માંથી આપોઆપ છુપાઈ જાય છે અને ચાલુ થાય ત્યારે પાછી આવે છે.
App update
- નવું version આવે ત્યારે TV પર New update available આવશે → Update now દબાવો. જરૂરી (compulsory) update હોય તો Later બટન નહીં હોય — app ખોલો કે Home થી પાછા આવો ત્યારે update કરવું જ પડે; ચાલુ channel અધવચ્ચે બંધ નથી થતી.
- Download પછી Install દબાવો. "Install unknown apps" ની રજા માંગે તો Allow કરીને ફરી Install દબાવો.
- તમારો login, favourites — બધું એમ જ રહે છે.
↑ ઉપર
6👤 My account (website) બધા માટે
Website પર Login દબાવો → TV વાળા જ username અને password થી login કરો → My account ખૂલશે. Phone પરથી પણ વાપરી શકાય છે.
| વિભાગ (Tab) | શું કરી શકાય |
| 🏠 Overview | Plan, બાકી દિવસ, કેટલા TV ચાલુ છે; નવું TV code થી ચાલુ કરો; જૂનું TV Remove કરો; app download |
| 📺 My channels | ન જોતી હોય તે channels બંધ કરો — બધા TV માંથી છુપાઈ જશે |
| 📢 My ads / 🏷 My logo | ફક્ત Business account માં — જુઓ Business setup |
| 🏨 For business | Home account માં — Business માં upgrade કેવી રીતે કરવું |
| ⭐ Plans | બધા plans; WhatsApp થી renew / upgrade |
| 🔒 Password | Password બદલો |
Channels ચાલુ / બંધ કરવી
- My channels tab ખોલો.
- જે channel ન જોઈએ તેનું ✓ કાઢી નાખો. આખી category માટે category ના નામ પાસેનું ✓ વાપરો. ઉપર Search થી channel શોધી શકો, All on / All off પણ છે.
- નીચે Save my channels દબાવો. થોડી મિનિટમાં બધા TV update થઈ જશે.
Password બદલવો
- Password tab → હાલનો password → નવો password બે વાર → Save password.
⚠ ધ્યાન રાખો Password બદલ્યા પછી નવા TV પર login કરતી વખતે નવો password વાપરવો. જે TV પહેલેથી ચાલુ છે તે ચાલુ જ રહેશે.
↑ ઉપર
7🏨 Business setup — Logo અને Ads Business
આ સુવિધા ફક્ત 🏨 Business account માટે છે. Home account હોય તો My account → For business → Upgrade to Business દબાવો, અથવા Business plan લો. Live demo જુઓ
1) પોતાનો Logo મૂકવો
- My account → 🏷 My logo ખોલો.
- Choose file → તમારો logo પસંદ કરો (PNG, પાછળ transparent હોય તો સૌથી સરસ; max 1 MB).
- નીચેના TV preview માં logo ને આંગળી / mouse થી ખેંચીને (drag) જોઈતી જગ્યાએ મૂકો. અથવા Quick place બટન (↖ ↗ ↙ ↘) વાપરો.
- Size slider થી નાનો / મોટો કરો (screen ની પહોળાઈના 3% થી 40%).
- Save logo દબાવો. TV શરૂ થાય ત્યારે અને channel ચાલુ હોય ત્યારે logo હંમેશાં દેખાશે.
💡 ટીપ Logo કાઢવો હોય તો Remove logo દબાવો.
2) Scrolling text (નીચે ચાલતી પટ્ટી)
- My account → 📢 My ads → + New ad.
- Where on the TV માં Scrolling text (ticker) પસંદ કરો.
- Title — તમારા માટે નામ (TV પર નથી દેખાતું). ઉદા. "Wi-Fi info".
- Scrolling text — મેસેજ લખો. ઉદા.
Welcome to Hotel Sagar • Wi-Fi: SAGAR2026 • Checkout 11 AM - Text colour અને Strip colour પસંદ કરો.
- Show every = 0 રાખશો તો પટ્ટી હંમેશાં ચાલુ રહેશે. નહીં તો દર કેટલી મિનિટે અને કેટલી સેકન્ડ બતાવવી તે લખો.
- જમણી બાજુ Live preview જુઓ → Save ad.
3) Bottom banner કે L-band ad
- + New ad → Where on the TV: Bottom banner (નીચે એક પટ્ટી photo) અથવા L-band (video નાનો થાય, ડાબે અને નીચે banner — news channel જેવું).
- Image upload કરો. L-band માં Image = ડાબી (ઊભી) banner અને Bottom banner image = નીચેની (આડી) banner.
- L-band સાથે નીચે scrolling text પણ જોઈએ તો Scrolling text માં લખો.
- Show every (ઉદા. 10 મિનિટ) અને Show for (ઉદા. 20 સેકન્ડ) લખો.
- જોઈએ તો Start / End તારીખ-સમય (ઉદા. Diwali offer ફક્ત 5 દિવસ).
- Preview તપાસો → Save ad. થોડી મિનિટમાં બધા TV પર ચાલુ.
Ad ના settings
| Setting | મતલબ | ઉદાહરણ |
| Where on the TV | Ad ક્યાં / કેવી રીતે દેખાય | Scrolling text / Bottom banner / L-band |
| Title | ફક્ત તમારી ઓળખ માટે | Diwali offer |
| Scrolling text | નીચે ચાલતો મેસેજ (max 500 અક્ષર) | Today's special ₹199 |
| Text colour / Strip colour | પટ્ટીના અક્ષર અને પટ્ટીનો રંગ | સફેદ / લાલ |
| Show every (minutes) | કેટલી મિનિટે ફરી દેખાય; 0 = હંમેશાં (ફક્ત scrolling text) | 10 |
| Show for (seconds) | એક વખતમાં કેટલી સેકન્ડ દેખાય (5–600) | 20 |
| Start / End | ક્યારથી ક્યાં સુધી ચલાવવી (ખાલી = હંમેશાં) | 01-11 થી 05-11 |
| Active | ✓ = ચાલુ, ✓ કાઢો = થોડા સમય માટે બંધ | ✓ |
Photo ની સાઈઝ (best result માટે)
| શું | સાઈઝ (pixel) | Format |
| Logo | આશરે 600 × 200 (પાછળ transparent) | PNG, max 1 MB |
| Bottom banner | 1920 × 170 | JPG / PNG / WEBP, max 3 MB |
| L-band ડાબી banner (ઊભી) | 384 × 1000 | JPG / PNG / WEBP, max 3 MB |
| L-band નીચેની banner (આડી) | 1536 × 216 | JPG / PNG / WEBP, max 3 MB |
💡 ટીપ Ads channel ખૂલ્યા પછી 45 સેકન્ડ પછી જ પહેલી વાર આવે છે, અને channel list ખુલ્લું હોય ત્યારે નથી આવતી — એટલે જોનારને તકલીફ નથી. એક સમયે એક જ photo ad દેખાય છે. Business account માં 5 ads સુધી રાખી શકાય.
⚠ ધ્યાન રાખો તમારો logo અને ads ફક્ત તમારા account ના TV પર જ દેખાય છે — બીજા ગ્રાહકોના TV પર ક્યારેય નહીં.
↑ ઉપર
8💼 Reseller guide Reseller
Reseller તરીકે તમે તમારા વિસ્તારમાં ગ્રાહકો બનાવો છો અને દરેક plan પર 30% commission મેળવો છો.
શરૂઆત
- અમને WhatsApp કરો → અમે તમારો reseller username / password બનાવીશું.
- તમારા Wallet માં પૈસા ઉમેરાવો (UPI / cash આપીને — અમે wallet માં જમા કરીશું).
- Website પર Login → reseller username થી login → Reseller panel ખૂલશે.
નવો ગ્રાહક બનાવવો
- Reseller panel → ➕ Add a new customer.
- ગ્રાહકનું નામ, mobile, city, Account type (Home / Business), username, password લખો.
- Plan પસંદ કરો — બાજુમાં લખેલું હશે કે wallet માંથી કેટલા કપાશે.
- Create & activate દબાવો → ગ્રાહક તરત active. Username / password ગ્રાહકને આપો.
Renew કરવું
- Customers tab → ગ્રાહક શોધો → તેની સામે plan પસંદ કરો → Activate (renew).
- બાકીના દિવસ ઉપર નવા દિવસ ઉમેરાઈ જશે; wallet માંથી (plan − commission) કપાશે.
Wallet નો હિસાબ (30% commission)
| Plan ની કિંમત | Wallet માંથી કપાય | તમારી કમાણી |
| ₹100 | ₹70 | ₹30 |
| ₹199 | ₹139.3 | ₹59.7 |
| ₹499 | ₹349.3 | ₹149.7 |
| ₹999 | ₹699.3 | ₹299.7 |
Referral link
Panel ના Overview માં તમારી referral link છે. એ link થી જે ગ્રાહક register કરે તે તમારો ગ્રાહક ગણાય. અમે એને renew કરીએ ત્યારે તમારું commission આપોઆપ wallet માં જમા થાય છે.
Wallet log
Wallet log tab માં દરેક top-up, activation અને commission — તારીખ, plan, રકમ અને બાકી balance સાથે.
⚠ ધ્યાન રાખો Wallet માં પૂરતા પૈસા ન હોય તો activation / renew નહીં થાય. પહેલાં wallet top-up કરાવો.
↑ ઉપર
9🔁 Renew અને Payment બધા માટે
- Plan પૂરો થવાના થોડા દિવસ પહેલાં My account → Overview → Renew / upgrade on WhatsApp દબાવો (અથવા તમારા reseller ને કહો).
- Payment કરો. અમે renew કરીએ એટલે બાકીના દિવસ ઉપર જ નવા દિવસ ઉમેરાય છે — કંઈ ગુમાવતા નથી.
- Plan પૂરો થઈ ગયો હોય તો TV પર Plan expired આવશે. Renew પછી TV પર Check again દબાવો — channels ફરી ચાલુ.
💡 ટીપ TV ના home screen પર ઉપર જમણે બાકી દિવસ દેખાય છે, અને website પર My account માં પણ.
↑ ઉપર
10🛠 સમસ્યા અને ઉકેલ બધા માટે
Channel અટકે છે / buffering થાય છે
Internet speed તપાસો (ઓછામાં ઓછી 5 Mbps). Router અને TV બંને બંધ કરી 1 મિનિટ પછી ચાલુ કરો. શક્ય હોય તો LAN cable વાપરો કે router TV ની નજીક રાખો. બીજી channel ચાલે છે કે નહીં તે પણ જુઓ.
"No internet connection. Retrying…"
TV નું Wi-Fi જોડાયેલું છે કે નહીં તે TV Settings → Network માં તપાસો. Internet આવતાં જ app આપોઆપ ફરી જોડાશે.
"Wrong username or password"
Username માં space કે capital/small અક્ષર તપાસો. ભૂલી ગયા હો તો username કે mobile number સાથે અમને WhatsApp કરો.
"Device limit reached"
Plan ના બધા TV વપરાઈ ગયા છે. My account → My TVs માં જૂનું TV Remove કરો, કે વધુ TV માટે અમને કહો.
"Plan expired"
Renew કરો (જુઓ Renew), પછી TV પર Check again દબાવો.
"Account suspended" / "TV blocked"
અમારો WhatsApp પર સંપર્ક કરો.
App install નથી થતી
Unknown sources / Install unknown apps માં Downloader (કે Chrome) ને રજા આપી છે? TV માં જગ્યા (storage) ખાલી છે? Link https://tv.akdwk.in/download.php બરાબર લખી છે?
કોઈ channel list માં નથી
My account → My channels માં બંધ તો નથી કરી? તમારા plan માં એ category છે? Channel થોડા સમય માટે બંધ હોય તો આપોઆપ છુપાય છે અને ચાલુ થતાં પાછી આવે છે.
મારો logo / ad TV પર નથી દેખાતો
Account Business છે? Ad માં Active ✓ છે? Start / End તારીખ બરાબર છે? Ad channel ખૂલ્યા પછી 45 સેકન્ડે અને પછી "Show every" પ્રમાણે આવે છે. ફેરફાર થોડી મિનિટમાં પહોંચે છે — ઉતાવળ હોય તો app બંધ કરી ફરી ખોલો.
Update આવતું નથી / install નથી થતું
App બંધ કરી ફરી ખોલો — update screen આવશે. Install વખતે "Install unknown apps" ની રજા આપો. ન થાય તો https://tv.akdwk.in/download.php થી નવી app ઉપર જ install કરો (login એમ જ રહેશે).
↑ ઉપર
💬 હજુ મદદ જોઈએ?
અમને WhatsApp કરો — તમારો username અને સમસ્યાનો photo મોકલશો તો ઝડપથી ઉકેલ મળશે.